સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

અમાસના દિવસે સર્વ પિતૃ તર્પણ કરવા માટે પવિત્ર દામોદર કુંડમાં ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી

પિતૃ તર્પણ કરીને પીપળે પાણી રેડીને કુંડમાં ડૂબકી લગાવી પિતૃ મોક્ષની પ્રાર્થના કરી

જૂનાગઢ :શ્રાદ્ધનો અંતિમ દિવસ અટલે અમાસનો દિવસ આ દિવસે સર્વ પિતૃ તર્પણનું ખાસ મહત્ત્વ રહેલુ છે. જેથી ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ સર્વ પિતૃ તર્પણન કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી

ગિરનારની ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ પોતાના સર્વે પિતૃઓનું તર્પણ કરી પીપળે પાણી રેડી આસ્થાની ડૂબકી લગાવીને પોતાના તમામ પિતૃઓનો મોક્ષ થાય અને તેમને હરિના શરણમાં જગ્યા મળે તેવી ભાવના સાથે સર્વપિતૃ અમાસ નિમિત્તે તર્પણ વિધિ સંપન્ન કરી હતી

(12:05 pm IST)