સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

જુનાગઢમાં દારૂના ગુનામાં પકડાયેલ સગીરની માતા અને બહેનોની પોલીસ ચોકીમાં ધમાલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭ : જુનાગઢમાં દારૂના ગુનામાં પકડાયેલ સગીરનું ઉપરાણુ લઇ તેની માતા અને બહેનોએ પોલીસ ચોકીમાં ધમાલ મચાવી સ્ટાફની ફરજમાં રૂકાવટ કરતા હલચલ મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢ માંડવી ચોક પોલીસ ચોકીના પીએસઆઇ આર.જી. મહેતાએ એક સગીર બાળકની દારૂ સાથે ધરપકડ કરી હતી.

દરમ્યાન ગઇકાલે બપોરના અરસામાં બાળકની માતા તેમજ ત્રણ બહેનો માંડવી પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતાં. આ ચારેય વ્યકિતએ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકનું ઉપરાણુ લઇ તમો પોલીસ બાળકને માર મારો છો અને ખોટા નામ બોલાવો છો તેમ કહીને પોલીસ ચોકીમાં બરાડા પાડયા હતાં.

તેમજ આ ચારેય જણાએ પીએસઆઇ શ્રી મહેતાની ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે એ-ડીવીઝન પોલીસે મહિલા અને તેની ત્રણ દિકરીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ વી.કે. ઉંજીયા ચલાવી રહ્યા છે.

(1:01 pm IST)