સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

રાજકોટ ગ્રામ્ય SOG નો સપાટો ગરીબોના ભાગની સરકારી જથ્થાના ઘઉં બારોબાર વેચવાનો ધંધો કરનાર ત્રણ ઇસમોને જસદણમાંથી ઝડપી લીધા

સરકારી પ્રિન્ટેડ બારદાનમાંથી ઘઉં કાઢી અન્ય બારદાનમાં ભરીને ઉંચા ભાવે વેંચતા હતા

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય SOG એ જસદણમાં સરકારી જથ્થાના ગરીબોના ઘઉં બારોબાર વહેંચી નાખવાના પ્રકરણમાં 3 શખ્સો ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.    

         પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામી સાહેબ રાજકોટ ગ્રામ્ય ની રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવુતિઓ ઉપર અંકુશ મુજબ માટે સુચના હોય જે અનુશંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી બ્રાંચના પો.હેડ.કોન્સ. હિતેષભાઇ અગ્રાવત તથા જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાધલ ને ખાનગી રાહે મળેલ હકિકત આધારે સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં ઉંચા ભાવે વેચાણ કરતા ત્રણ ઇસમો ને સરકારી કોટા ના ઘઉ ના જથ્થા તથા ખાલી સરકારી બારદાન સાથે પકડી પાડી જસદણ પો.સ્ટે માં કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

         પકડાયેલ આરોપી માં (૧) મજીદભાઇ સતારભાઇ બેગાણી રહે (૨) ઇરફાન જીકરભાઇ ખીમાણી રહે (૩) ભાવેશભાઇ બચુભાઇ મેણીયા રહે બધા જસદણ ની ધરપકડ કરી છે.

        આરોપીના કબ્જામાંથી (૧) સરકારી કોટા ના ઘઉ કિલો-૬૫૦ કિ.રૂ.૭,૮૦૦/- (૨) એક છકડો રીક્ષા કિ.રૂ.૩૦,૦૦૦/- (૩) સરકારી ખાલી બારદાન નંગ-૪૬ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૩૭,૮૦૦/- નો કબ્જે કરેલ છે.

        એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.હેડ કોન્સ.  હિતેશભાઇ અગ્રાવત તથા જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલે આ કામગીરી કરેલ છે.

(8:47 pm IST)