સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th September 2021

વડતાલના પૂ. કૃષ્ણજીવનદાસજી સ્વામી અથાણાવાળાની ૯૮મી જન્મ જયંતિ

વાંકાનેર, તા. ૧૭ :. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર-સાળંગપુરધામના પ.પૂ. શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામીશ્રી ડી.કે. સ્વામીજી (અથાણાવાળા)ના પૂજ્ય દાદા ગુરૂદેવ પરમ પૂજ્ય શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામીજી (અથાળાવાળા)નો આજે ૯૮મો જન્મ દિવસ છે.

પૂ. ગુરૂવર્યશ્રીના ૯૮માં જન્મ જયંતિ પર્વે આજે પૂજ્ય ગુરૂ દાદાજી શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામીજીનું વિશેષ પૂજન-અર્ચન સંતો દ્વારા કરવામાં આવેલ હતુ. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરના પૂ. શ્રી કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીએ કહેલ કે પૂ. ગુરૂદાદા સદ્ગુરૂ શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામીજીનો જન્મ વડતાલમાં તા. ૯-૯-૧૯૨૪ના ભાદરવા સુદ ૧૧ જળઝીલણી એકાદશીના થયેલા જેમના નામથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાન કાર્યો થઈ રહ્યા છે. એવા આધ્યાત્મિક મહાપુરૂષ અખંડ ભજનાનંદી સંતે વારાણસી અને રૂષિકેશના ગંગા કિનારે શ્રાવણ માસમાં મૌન રહી ઈશ્વર આરાધના કરતા હતા. અમદાવાદ, ગઢડા, વડતાલ, સાળંગપુરધામ, અનેક જગ્યાઓએ જ્યાં સુધી તેમના શ્વાસ ચાલ્યા ત્યાં સુધી દરેક જગ્યાઓમાં 'પાટોત્સવના દર્શન' કર્યા હતા. તેઓ સાળંગપુરની પાવન ભૂમીમાં અવારનવાર પધારતા હતા. કહેવાય છે કે વડતાલની અંદર ખાટા મરચાનું અથાણુ, લીંબુનું અથાણુ અને એ સમયમાં લોકો થેપલા લઈને આવતા પૂ. ગુરૂદેવ બધાને અથાણાવાળા મરચા આપતા અને અથાણાની પરંપરા પણ પૂ. સ્વામીજીએ શરૂ કરેલ તેથી જ 'અથાણાવાળા' કહેવાતા હતા. તેમ સ્વામીશ્રી પ.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીજી, પ.પૂ. કોઠારીસ્વામીશ્રી, શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, પૂ. શ્રી સ્વામી ડી.કે. સ્વામીજી (અથાણાવાળા મંડળ) શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દેવ મંદિર - સાળંગપુરએ જણાવ્યુ છે.

(12:07 pm IST)