News of Friday, 17th September 2021
પોરબંદર ચોપાટી દરિયાકાંઠે આવતીકાલે કોસ્ટ ગાર્ડ દ્વારા સફાઇ અભિયાન
પોરબંદર તા. ૧૭ :.. ચોપાટી દરિયાકાંઠે આવતીકાલે સવારે કોસ્ટ ગાર્ડ દ્વારા સફાઇ અભિયાન શરૂ કરાશે.
ચોપાટી કાંઠે આવતીકાલે સવારે ૭-૩૦ વાગ્યાથી સફાઇ અભિયાન ચાલુ કરવામાં આવશે આ સફાઇ અભિયાનમાં કોસ્ટ ગાર્ડના જવાનો સહિત લોકો સ્વૈચ્છીક જોડાઇને સફાઇ અભિયાનને સફળ બનાવશે. કોસ્ટ ગાર્ડના જવાનો સહિત લોકો દરિયાકાંઠે એકઠો કરીને તેનો નિકાલ કરશે.
(1:16 pm IST)