સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th September 2021

જેતપુર અને પેઢલા ખાતે આઝાદી અમૃત મહોત્સવ અને વડાપ્રધાન શ્રી ના જન્મદિન અંતર્ગત "ગરીબોના બેલી "કાર્યક્રમ યોજાયા

ઉજ્વલા યોજના .મુખ્યમંત્રી બાલ સહાય યોજના ના લાભો અને કોવિડ વેક્સિન માં ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ કરતાં ગામોના સન્માનપત્ર અર્પણ કરાયા

જેતપુર :રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાનના જન્મદિન પ્રસંગ અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જેતપુર શહેરના બોસમીયા કોલેજ તેમજ કુંભાણી ગર્લ્સ હાઇસ્કુલ અને પેઢલા ગામે પટેલ સમાજ ખાતે ગરીબોના બેલીની સરકાર કાર્યક્રમ યોજાયા આ કાર્યક્રમમાં જેતપુર તાલુકાના તેમજ શહેરી વિસ્તારના ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ૨૫૭ લાભાર્થી પરિવારોને ગેસ બાટલો ચૂલો સહિતની કીટ  આપવામાં આવી અને કોરોના સમયે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી તેવા નિરાધાર બની ગયેલ ૪ બાળકોને મુખ્ય મંત્રી બાલ સહાય યોજનાની મંજૂરી પત્રો અપાયા તેની સાથે જેતપુર  તાલુકાના ૩૧ જેટલા ગામો એ ૧૦૦ ટકા કોરોનાની વેક્સિનેશન લઈને વિક્સિનેશન પૂર્ણ કરનાર ગામોનું સન્માન તેના સરપંચને સન્માનપત્ર  આપી  સન્માનિત કરવામાં આવેલ
પેઢલા પટેલ સમાજ ખાતે ‘ગરીબો ના બેલી ‘ કાર્યક્રમને જિલ્લા બી જે પી પ્રમુખ  મનસુખ ભાઈ ખાચરીયાએ તેમજ જેતપુર બોસમિયા કોલેજ ખાતે નગર પાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલિયા એ અને ગર્લ્સ સ્કૂલ જેતપુર ખાતે શહેર પ્રમુખ રમેશભાઈ જોગી એ દીપ પ્રગટાવી શુભારંભ કરાવેલ હતા  
આ પ્રસંગે અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કરેલ અને મામલતદાર ડી એ ગિનિયા તેમજ ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવી અને તાલુકા વિકાસ અધિકારી કુંગાસિયાંએ સર્વેને આવકાર્યા હતા
ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના આ કાર્યક્રમોમાં  પાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, સહિત અગ્રગણ્ય મહાનુભાવો મનસુખભાઈ ખાચરીયા, કિશોરભાઈ શાહ, બિંદિયાબેન મકવાણા,બાબુભાઈ ખાચરીયા ડી કે બલદાણીયા, ઉમેશભાઈ પાદરીયા દિનકરભાઈ ગુંદરિયાં, ભાવનાબેન ખૂંટ, રસિક સખિયા, નવનીત ખૂંટ, સ્વાતિબેન જોટગિયા, રમાબેન મકવાણા સહિત  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમ  માટે નાયબ મામલતદાર ખાનપરા નગરપાલિકા ના દીપક પટોળીયા સહિત વહીવટી તંત્ર એ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ નું સંચાલન સંજય વેકરીયા એ કરેલ હતું

(7:23 pm IST)