સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th January 2022

ગોંડલ સરકારી હોસ્‍પિટલના નર્સ અને પરિવારના આઠ સભ્‍યો કોરોના પોઝીટીવ : કોણ કોની સંભાળ રાખે ?

પરિવારમાં ૧૦ દિવસ પહેલા નવજાત બાળકીનો જન્‍મ થયો છે તે પણ પોઝીટીવ

ગોંડલ :  ગોંડલ સરકારી હોસ્પિટલના નર્સ પોઝિટિવ થયા બાદ તેના પરિવારના આઠ સભ્યો કોરોના પોઝિટિવ થતા કોણ કોની સંભાળ રાખશે તેવી પરિસ્થિતિ ઉદ્દભવવા પામી છે દુઃખની વાત તો એ કે પરિવારમાં દસ દિવસ પહેલાં નવજાત બાળકીનો જન્મ થયો હોય તે પણ કોરોના પોઝિટિવ આવતા હાલ તેને રાજકોટ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

કોરોનાની ત્રીજી લહેરમાં તબીબો અને મેડિકલ સ્ટાફ્ જીવના જોખમે કોરોના વોરિયર્સ બની ફ્રજ નિભાવી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં સિસ્ટર તરીકે ફ્રજ બજાવતાં અને રોયલ રેસિડેન્સીમાં રહેતા હેતલબેન જે બાકરોલીયા ઉ.વ. ૪૪ દર્દીઓની સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ થવા પામ્યા હતા ત્યારબાદ તેમના પતિ પાંચિયાવદર શાળામાં શિક્ષક તરીકે ફ્રજ બજાવતા સુરેશભાઈ કંબોડિયા પણ કોરોના પોઝિટિવ થયા હતા અને ત્યારબાદ દીકરી કૃપાલી અને દીકરો ક્રિશ પણ સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમણને એટલેથી જ અટકવુ ના હોય નર્સ હેતલબેનના ભાભી કૃપાબેન આશિષભાઈ બાકરોલીયા ડિલિવરી માટે ગોંડલ આવ્યા હોય તે તેમના પતિ આશિષભાઈ અને દસ દિવસની નવજાત દીકરી, આઠ વર્ષની ઝલક પણ કોરોના પોઝિટિવ થઈ જવા પામ્યા હતા.નર્સ હેતલબેનના માતા મંગળાબેન ઉ.વ.૬૮ પણ સંક્રમિત થયા હતા.

(11:53 pm IST)