સાવરકુંડલામાં વોડનં.૧માં કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૧૮ : સાવરકુંડલા પાલિકા વોર્ડ નંબર ૧ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણીના વરદ હસ્તે કરવામાં આવેલ છે. સાવર કુંડલા નગર પાલિકામાં ગયા પાંચ વર્ષના શાસનમાં શહેરમાં પક્ષ પાત રાખ્યા વિના અઢળક વિકાસ ના કામો કર્યા છે તેથી શહેર ની જનતા ને ખૂબ જ સંતોષ છે શહેર માં વિકાસ કામોના લીધે નગર પાલિકામાં ફરી સતાસ્થાને કોંગ્રેસ આવશે કોંગ્રેસને નગર પાલિકામાં સત્તારૂઢ થવા શહેરની જનતામાં ભારે થનગનાટ જોવા મળે છે આ પ્રસંગે નાગરિક બેંકના મેનેજિંગ ડિરેકટર હસુભાઈ સૂચકે જણાવેલ હતુંકે કોંગ્રેસની વિચાર ધારા બિન સાંપ્રદાયક છે એટલે શહેરની જનતા કોંગ્રેસને મતો આપે છે અને આવતા દિવસોમાં પણ કોંગ્રેસને મતો આપશે આ પ્રસંગે નગર પાલિકાના ઉમેદવારો અને મતદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ હતા.