સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

ચોરવાડમાં એનડીઆરએફની ટીમ ખડે પગે

માળીયાહાટીના,તા. ૧૮: જૂનાગઢ જિલ્લાનું વહી વટી તંત્રનો માળીયાᅠ હાટીના તાલુકાના ચોરવાડના દરિયા કિનારે બંદર ઉપર પડાવ નાખ્‍યો છે.

જિલ્લા કલેક્‍ટર શ્રી પારધી, જિલ્લા પોલીસ વડા રવી તેજા નાયબ કલેકટર સાકરીયા મામમતદાર ગોહિલ ટી.ડી.ઓ ખુમાણ ડી.વાય.એસ.પી પુરોહિત પી.એસ.આઈ કછોટ સહિતનું વહીવટી તંત્ર એ ચોરવાડમાં સવારથી જ પડાવ નાખ્‍યો છે.

અને સાથે સાથે એન ડી આર એફની એક ટીમ ને પણ હાજર રાખી છે. નીચાણ વારા જુજરપુર ખંભાળિયા ચોરવાડ સહિતના અનેક ગામોના લોકોનું સ્‍થળાંતર કરીને પ્રાથમિક શાળામાં આશરો આપ્‍યો છે.

(10:35 am IST)