સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

વાવાઝોડા સામે ઝઝૂમતા બોટાદ એસપી હર્ષદ મહેતા ટીમે કોરોના દર્દીઓને મુશ્‍કેલી ન થાય તે માટે મજૂરની ભૂમિકા ભજવી

કોવિડની સારવાર માટેની સરકારી હોસ્‍પિટલના માર્ગ પર વિશાળ વૃક્ષ ધરાસાઈ થયેલઃ જેસીબી મળવામાં વિલંભ થાય તેમ હતો,કોરોના દર્દીઓ ગંભીર હાલતમાં દમ તોડી દયે તેવી પરિસ્‍થિતિ નિર્માણ થતી અટકાવવા અપના હાથ જગન્‍નાથ કરેલ જાણવા જેવી કથા

રાજકોટ તા.૧૮: તૌકતે વાવાઝોડાની અસર સમગ્ર સૌરાષ્‍ટ્ર ગુજરાતના જનજીવન પર પડી રહી હોય તેમ સરકાર દ્વારા સંચાલિત બોટાદની કીવીડ હોસ્‍પિટલ જવાના મુખ્‍ય માર્ગ પર મોટું  વૃક્ષ ધરાસાઈ થય જતાં, કોરોના મહામારી સમયે કોઈને હોસ્‍પિટલે ખસેડવા પડે તો શું હાલત થાય, આ વિચારથી સતત જાગળત એસપી શ્રી.હર્ષદ મહેતા ટીમ દ્વારા જેસીબી મળવામાં વિલંબ થતાં આવી કટોકટી ભરી પરિસ્‍થિતિમાં અપના હાથ જગન્નાથ કરી એસપી, ડીવાયએસપી સહિત તમામ ટીમ કામે લાગી હતી અને કોવિડ હોસ્‍પિટલ જવાનો રસ્‍તો કલીયર કરાવેલ હતો.                         

ઉકત કાર્યમાં જિલ્લા પોલિસ વડા હર્ષદ મહેતા, એસડીપીઓ રાજદીપ સિહ નકુમ, પીઆઇ એચ. આર.ગોસ્‍વામી,એસ. ઓ.જી. તથા એ જી.મકવાણા એ.એસ. આઈ. સહિત પોલીસ સ્‍ટાફ જે સતત પેટ્રોલીંગમાં હતી તે દોડી જઈ જાતે જ એ વજનદાર વળક્ષ હટાવી કોરોના સારવાર માટેની હોસ્‍પિટલ જવા તરફનો માર્ગ ખુલ્લો કરાવતા લોકોમાં હર્ષની લાગણી જન્‍મી છે.

(11:10 am IST)