સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

ગોંડલમાં વાવાઝોડાથી ઠેર ઠેર વૃક્ષો પડયાઃ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ

વિજ થાંભલા પડતા વિજ પુરવઠો ઠપ્પઃ અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા

ગોંડલ :.. તસ્વીરમાં ગોંડલ શહેરમાં અનેક વૃક્ષો - વિજ પોલ ધરાશાયી થયા હતાં. જો કે જાનહાની થઇ ન હતી. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પાલિકાની ટીમે બચાવ - રાહત કામગીરી કરી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ) 

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮ :.. ગોંડલમાં ભારે વાવાઝોડાના પગલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, પાલિકા તંત્રની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી હતી.

ગોંડલ સર્કિટ હાઉસ પાસે વિજ પોલ ધરાશાયી થયો હતો. ગોંડલમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

ગોંડલ શહેર પંથકમાં વાવાઝોડા ની અસર જોવા મળી છે. શહેર તાલુકાના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વિજપોલ ધરાશાય થયા હતા પરિણામે મોડી રાત થીજ વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો પીજીવીસીએલ બે કોન્ટ્રાકટરની ટોમો અને ૨૧ થી વધુ કર્મચારીઓ સહિત નો સ્ટાફ વિજપોલ ઉભા કરવા તેમજ વાયર ને જોઈન્ટ આપવાના કામે લાગી ગયો હતો

વાવાઝોડાની સંભવિત વે ના ૧૦ કીમી ની ત્રિજયા માં આવતા ગોંડલ તાલુકાના દડવા, દેરડી, ધરાળા, રાણસીકી, વિંઝીવડ, સુલતાનપુર, કરમાર કોટડા, કેશવાળા, મોટી ખીલોરી, પાટખીલોરી, રાવણા અને વાસાવડ સહિત ના ગામો માં પણ ખાના ખરાબી સર્જાઈ હતી સદનસીબે જાનહાનિ ટળી છે.શહેરમાં પેલેસ રોડ,હોસ્પિટલ રોડ,સૈનિક સોસાયટી સહિત વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થયાં છે.ઠેરઠેર વિજ તાર તુટતાં પીજીવીસીએલ દ્વારા વિજ પુરવઠો બંધ કરાયો છે.સેનીટેશન ચેરમેન હંસાબેન માધડ અને ઇન્પેકટર કેતન મકવાણા ની આગેવાની હેઠળ રાત થી જ સેનીટેશન સ્ટાફ શહેરભરમાં સ્ટેન્ડ ટુ રખાયો છે.યુવા અગ્રણી ગણેશભાઇ જાડેજા અને તેની ટીમ દ્વારા શહેર નાં નિચાણવાળા વિસ્તારોનાં લોકો ને સલામત સ્થળે ખસેડી ભોજન સહિત વ્યવસ્થા કરાઇ છે તો નદી કાંઠે આવેલ બાલાશ્રમ નાં આશ્રિતો ને ચેરમેન અનિતાબેન રાજયગુરુ દ્વારા ટાઉનહોલમાં ખસેડી ભોજન સહિત વ્યવસ્થા કરાઇ છે.

(12:19 pm IST)