સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

ઉના તાલુકામાં ૧રપ કિ.મી. ઝડપે પવન સાથે ૪ થી પ ઇંચઃ ભારે નુકસાનીઃ જાનહાની નથી

નવાબંદર સૈયદ રાજપરા કાંઠે ૮ થી ૧૦ મોંજા ઉછળ્યાઃ કાચા મકાનો-વૃક્ષો પડી ગયાઃ મકાનો ઉપર પતરા ટાંકી તથા સોલાર સીસ્ટમ ઉડી ગઇઃ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ આજે સવારે મધ્યમ પવન

(નવીન જોષી-નીરવ ગઢીયા દ્વારા) ઉના તા. ૧૮ :.. તાલુકામાં ગઇકાલે મોડી રાત્રીના ૧૦૦ થી ૧રપ કી. મી. ઝડપે પવન સાથે ૪ થી પ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે પવન અને વરસાદથી કાચા મકાનો પડી ગયેલ મકાનો ઉપર પતરા પાણીની ટાંકી  સોલાર સીસ્ટમ ભારે પવનમાં ઉડી ગયેલ વીજ થાંભલા પડી જતા વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે.ઉના તાલુકામાં ગઇકાલે રાત્રે ૬ કલાક સુધી વરસાદ અને પવન ફુંકાયેલ હતો ભારે પવનથી વૃક્ષો તથા વીજ થાંભલા ધરાશાયી થઇ ગયેલ. કેટલીક જગ્યાએ મકાનોની દિવાલ પડી ગઇ હતી ઉના તાલુકામાં વરસાદ  અને પવનથી તારાજી થઇ છે જાનહાની થઇ નથી ગ્રામ્ય વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા હતાં.

(12:29 pm IST)