News of Wednesday, 18th May 2022
આટકોટ પાસે આઇશરે પલ્ટી મારી
આટકોટઃ હાઇવે ઉપર શ્રીજી પેકેજીંગ પાસે આજે સવારે જસદણ તરફથી આટકોટ તરફ આવતુ દવા ભરેલ આઇસર પલ્ટી ગયું હતું ને જે સાઇડના ખાડામાં જ પડયું હતું. ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું અને દવા ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા કોઇ ઇજા ન થતા રાહત ફેલાઇ હતી. રોડના સાઇડના પાણી ભરેલા ખાડામાં પડયું હતું. (તસ્વીરઃ કરશન બામટા)
(11:57 am IST)