સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

જાફરાબાદ દરિયામાં બોટમાં બોથડ પદાર્થ અથડાતા સર્જાયો ગમખ્વાર અક્સમાત: એક માછીમારનું મોત

કોસ્ટગાર્ડની ટીમ પહોંચે તે પહેલા જ બોટમાં સવાર સાત માછીમારોમાંથી એકનું મોત

અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં અકસ્માતમાં એક માછીમારનું મોત થયું છે. માછીમારી  સમયે અકસ્માત થતાં સાત માછીમારોમાંથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. બનાવની વાત કરીએ તો સાત માછીમારો જાફરાબાદ દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. જે દરમિયાન બોટમાં બોથડ પદાર્થ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેની જાણ પીપાવાવ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. જો કે કોસ્ટગાર્ડની ટીમ પહોંચે તે પહેલા જ બોટમાં સવાર સાત માછીમારોમાંથી એકનું મોત થયું હતું.

(8:42 pm IST)