મોરબીની અવની ચોકડી નજીક રહેતા વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પી લઈને આયખું ટુંકાવ્યું
વૃદ્ધ દંપતીએ એકીસાથે દવા પી ફાની દુનિયાને અલવિદા કહેતા પંથકમાં ચકચાર
મોરબીની અવની ચોકડી નજીક રહેતા એક વૃદ્ધ દંપતીએ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈને આયખું ટુંકાવ્યું હતું વૃદ્ધ દંપતીએ એકીસાથે દવા પી ફાની દુનિયાને અલવિદા કહી હતી ત્યારે દંપતીના આપઘાતને પગલે પંથકમાં ચકચાર મચી છે
બનાવની મળતી વિગતો મુજબ મોરબીની અવની ચોકડી નજીક આવેલ શ્યામ પાર્કમાં રહેતા હસમુખભાઈ અમરશીભાઈ કોટડીયા (ઉ.વ.૫૯) અને તેના પત્ની હીરાબેન હસમુખભાઈ કોટડીયા (ઉ.વ.૫૩) નામના વૃદ્ધ દંપતી આજે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બંનેના મોત થયા છે
બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે તેમજ દંપતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પણ તપાસ ચલાવી છે મૃતક દંપતીના પુત્રને પોલીપેકનું કારખાનું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે