સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

આસામના સુપ્રસિદ્ધ શકિતપીઠ કામાખ્યા માતાજીના મંદિરે ૨૨મીથી અનુષ્ઠાન

૨૨ જૂને વહેલી સવારે પઃ૪૧ કલાકે આદ્રા નક્ષત્રમાં સુર્યપ્રવેશ

આગામી ૨૨ જૂન મંગળવારની વહેલી સવારે પઃ૪૧ કલાકે આદ્રા નક્ષત્રમાં સુર્ય પ્રવેશ કરે છે. આવા પ્રસંગ વર્ષમાં એક જ વખત આવે છે તેથી આ સમયે કામાખ્યા દેવી રજસ્વલાનો સમય હોવાથી આ સમયે શિવજીનો વાયુ સ્વરૂપે કામાખ્યા મંદિરમાં વાસ હોય છે. જેને શિવ શકિતનું મિલન એટલે કે શ્રી કામ્ય સિધ્ધ યોગ કહે છે.

આ સમયે માતાજીનું મંદિર બંધ હોય છે અને માતાજીની ઉપાસના માટેનો સિધ્ધયોગ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

આ સમયે વિશ્વભરમાંથી માતાજીના ભકતજનો આવીને માતાજીના મંદિરની પરિક્રમા જેને સોડસી કહેવામાં આવે છે.

તે સમયે માતાજીના પુજા, પાઠ, મંત્ર જાપ, સાધના, ઉપાસના, આરાધના આ દિવસે ખાસ કરવામાં આવે છે અને આ સમયે કરેલી માતાજીની ઉપાસના ફળદાયી બને છે અને છેલ્લા દિવસે યજ્ઞ, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન, દાન, દક્ષિણા અને ત્યા ખાસ કરીને કુંવારીકા પૂજન અને ભોજનનું ઘણુ બધુ મહત્વ રહેલુ છે આ રીતે કામાખ્યા માતાજીનું અનુષ્ઠાન થાય છે.

કામાખ્યા સિધ્ધમંત્ર પ્રયોગ

ઁ ર્ભુ ભુવઃ સ્વઃ કામાખ્યે વિધ્મહે

ભગવત્ય ધી મહી તન્નો ગૌરી પ્રચોદયાત્

નોકરી વેપાર માટે

ઁ નમો ભગવતી કામાખ્યા સર્વજન મોહીની

સર્વકાર્ય વરદાઇ મમ વિકટ સંકટ હરણી

મમ મનોરથ પૂરણી મમ શોક વિનાશીની

ઁ કામાખ્યા નમઃ

રોગ મુકતી માટે

ઁ નમો કામાખ્યા પરમેશ્વરી

મમ શરીરે પાહી પાહી સ્વાહાઃ

શ્રી યંત્ર (લક્ષ્મી)ની પૂજા અનુષ્ઠાન માટે છેલ્લા ૧૬ વર્ષથી અવિરત કામાખ્યા મંદિરે જાય છે તો જે લોકોને શ્રીયંત્ર (લક્ષ્મી) યંત્રની ઉપાસના અનુષ્ઠાન કરાવવુ હોય તો શાસ્ત્રીજીનો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયુ છે.

ખાસનોંધ : કોવિડ ૧૯ હોવાથી આ વર્ષની પૂજા કામાખ્યા મંદિરના મુખ્ય બડા પુજારી દ્વારા કરવામાં આવશે.

શાસ્ત્રી વિજયભાઈ વ્યાસ

(જસદણવાળા)

mo.9426289035

(4:12 pm IST)