સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં ધરતી ધ્રુજી: ૪.૨ ની તીવ્રતાનો જોરદાર આંચકો

(વિનોદ ગાલા દ્વારા)  (ભુજ) વરસાદી માહોલ વચ્ચે ૪.૨ ના ભૂકંપના આંચકાથી કચ્છની ધરા ધ્રુજી છે. બપોરે ૩.૪૫ વાગ્યે ભચાઉની ઉતરે આ આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએ ભૂકંપના આંચકાની વિગતો આપી છે.

(4:21 pm IST)