કચ્છમાં લગ્નના નામે યુવતી સાથે પરિણીત વિધર્મી યુવાને દસ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
મુખ્ય આરોપી જાફર રાયમા ની ધરપકડ : દયાપરમાં હિન્દુ યુવા સંગઠન ના કાર્યકરોએ એકઠા થયા
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : કચ્છના લખપત તા.ના ઘડુલી ગામે રહેતી ૨૫ વર્ષીય યુવતીએ પોતે સગીર હતી તે સમયથી માંડી અત્યાર સુધી દસ વર્ષ દરમ્યાન પોતાની સાથે લગ્ન ની લાલચે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોધાવી છે. ઘડુલી ગામમાં રહેતા ત્રણ સંતાનોના પિતા જાફર ઉર્ફે બાપાડો અલાના રાયમા નામનો પરિણીત વિધર્મી શખ્સ ફરિયાદીને ભેટ સોગાદ ની લાલચ આપી તેણીની મરજી વિરૂદ્ધ શારીરિક સબંધ બાંધતો રહ્યો હતો. ત્યારબાદ તેણીને લગ્ન કરવાનું કહી આણંદ લઈ જઈ ત્યાં બળજબરી કરી હતી. તે દરમ્યાન આરોપી નો ભાઈ હસન અલાના રાયમા એ યુવતીને વાત કરવી છે એવું કહી તેણીના ઘરથી બહાર લઈ ગયો હતો અને તારો તેમ જ મારા ભાઈનો ધર્મ અલગ છે એવું કહી લગ્ન નહી કરવા જણાવી આખા કુટુંબને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દયાપર પોલીસે ફરિયાદ નોધી મુખ્ય આરોપી જાફર રાયમા ની ધરપકડ કરી છે. દરમ્યાન ઘડુલી ગામે હિન્દુ યુવા સંગઠન ના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.