જસદણનાં સુરેશભાઇ છાયાણીની ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા
જસદણઃ જસદણ તાલુકાના કમળાપુર ગામે રાત્રી પ્રકાશ કિર્કેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રાજકોટની મુરલીધર ઈલેવન અને જસદણની શ્રીરામ ઈલેવન વચ્ચે ૧૨ ઓવરનો ફાઈનલ જંગ ખેલાયો હતો. જેમાં રાજકોટની મુરલીધર ઈલેવને ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી ૧૨ ઓવરમાં ૮૩ રન ફટકાર્યા હતા. બાદમાં જસદણની શ્રીરામ ઈલેવને દમદાર બેટીંગ કરી માત્ર ૮ ઓવરમાં ૮૪ કરી વિજય મેળવ્યો હતો. શ્રીરામ ઈલેવનના કેપ્ટન સુરેશભાઈ છાયાણીના નેતૃત્વ હેઠળ વાઈસ કેપ્ટન ડી.વી. ગોહિલ, જોગરાજ, મૂળી, પી.કે., અરવિંદ પ્લાશ, દર્શન, અશ્વિન, હાર્દિક, ગૌતમભાઈ, કાલી, ઈન્દ્રજીત, નવનીત , હરેશભાઈ , નવલ અને અજય સહિતના ખેલાડીઓએ ફાઈનલ મેચમાં ભાગ લીધો હતો. શ્રીરામ ઈલેવનને વિજેતાની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .જસદણ નાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલેᅠ વિજેતા ટીમના કેપ્ટન અને કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ છાયાણીને શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી -જસદણ)