સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th June 2022

વાંકાનેરના જીનપરા વિસ્‍તારમાં શ્રી રોકડીયા હનુમાન મંદિરે ત્રીજો પાટોત્‍સવ ધામધૂમથી ઉજવાયો

૧૧ કુંડી મારૂતી યજ્ઞ-રામધુન તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૮ વાંકાનેરઃ શહેરના જીનપરા વિસ્‍તારમાં આવેલ પ્રસિધ્‍ધ રોકડીયા હનુમાન મંદિરે આજે ત્રણ વર્ષ પૂર્ણ થતા રાત્રે રામધુન તેમજ ૧૧ કુંડી મારૂતી યજ્ઞ તથા મહાપ્રસાદનું સુંદર આયોજન રોકડીયા હનુમાન મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ હતુ

બે વર્ષ બાદ આ વર્ષ દાદાની દયાથી કોરોના મહામારીમાંથી મુકતી મળતા ત્રીજો પાટોત્‍સવ ધામધુમથી ઉજવવાનું સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. શાષા વિધીથી ૧૧ કુંડી મારૂતી યજ્ઞ શરૂ થઇ સાંજે ૪ કલાકે બીડુ હોમવામાં આવેલ ત્‍યારબાદ સાંજે ૫.૩૦ કલાકે મહાઆરતી યોજાયેલ ત્‍યારબાદ સાંજે ૭.૩૦ કલાકથી મહાપ્રસાદ શરૂ થયેલ જે મઁોડી રાત સુધી ચાલુ રહેલ તેમાં આશરે ચારેક હજાર લોકોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમ સમિતિના પ્રસાંત સાગર, રાજુભાઇ ગોહેલ, પ્રતાપ બારોટ(પાટીલ), નિલેશ સગર તથા તુષાર મકવાણા સહીતના કાર્યકરોએ સારી એવી સેવા  આપી હતી તેમ મંદિરના મહંતશ્રી પ્રશાંતભાઇની યાદીમાં જણાવ્‍યુ છે

(12:13 pm IST)