સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th September 2021

રફાળેશ્વર મંદિરે પિતૃતર્પણ વિધિ દરમિયાન ગંદકીના ગંજ ખડકાયા.

રફાળેશ્વર મંદિરે પિતૃતર્પણ સ્થળની આસપાસ ભારે ગંદકી ફેલાતા રોગચાળાની ભીતિ

મોરબી : મોરબી નજીક આવેલા પૌરોણીક રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે હાલ ધાર્મિક અને શાસ્ત્રોકત માન્યતા પ્રમાણે હાલ ભાદરવા માસમાં પિતૃતર્પણ વિધિ થઈ રહી છે. પણ રફાળેશ્વર મંદિરમાં જે સ્થળે પિતૃતર્પણ વિધિ થાય છે ત્યાં આસપાસ ભારે ગંદકી ઉદભવી છે. ગંદકીને કારણે રોગચાળાનું જોખમ વધ્યું છે.

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે હાલ ધાર્મિક અને શાસ્ત્રોકત માન્યતા પ્રમાણે હાલ ભાદરવા માસમાં પિતૃતર્પણ વિધિ માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે. જો કે ભાદરવા માસમાં અહીં પિતૃતર્પણ વિધિ કરવામાં આવે તો પિતૃઓને મોક્ષ મળે તેવી ધાર્મિક અને શાસ્ત્રોકત માન્યતા છે. આથી, મોરબી, વાંકાનેર તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી પણ શ્રધ્ધાળુઓ રફાળેશ્વર મંદિરે આવીને પિતૃતર્પણ કરે છે. પરંતુ પિતૃતર્પણ મંદિરમાં જ્યાં થાય છે ત્યાં આસપાસમાં ખૂબ જ ગંદકી થાય છે. જેથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. આથી પિતૃતર્પણ માટે આવતા લોકો ઉપર રોગચાળાનું જોખમ રહે છે. આથી રફાળેશ્વર મંદિરે પવિત્ર કુંડની આસપાસ ગંદકીની યોગ્ય સફાઈ કરવાની માંગ ઉઠી છે.

(12:23 am IST)