સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th October 2021

મોરબીના લાલપર નજીક બંધ સિરામિક ફેક્ટરીમાંથી ચોરી થયાની ફરિયાદ.:કારખાનામાંથી એ,સી,. ડ્રાઈવ ઉપાડી ગયા.

મોરબી તાલુકા પોલીસે તાજેતરમાં સિરામિક ફેક્ટરીમાંથી એ.સી. ડ્રાઈવ ચોરી કરનાર ગેંગને ઝડપી લીધી હોય ત્યારે વધુ એક કારખાનામાંથી એ.સી. ડ્રાઈવ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્કમાં રહેતા બીપીનકુમાર ભુદરભાઈ વિઠલાપરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૧૦ થી ૦૬-૧૦ દરમિયાન લાલપર નજીક આવેલ સબવે સિરામિક વોલ ટાઈલ્સના બંધ કારખાનામાંથી કિલન વિભાગમાં પેનલ બોર્ડમાં અને ગ્લેઝ લાઈન પર ફીટ કરેલ ઇલેક્ટ્રિક એ.સી. ડ્રાઈવ નંગ ૧૮ કીમત રૂ ૯૦ હજારનો મુદામાલ આરોપીઓ ચોરી કરી ગયા હતા ફરિયાદી બેંગ્લોર હોય અને મોરબી આવ્યા બાદ ચોરી અંગે માલૂમ પડ્યું હતું અને કારખાનેદારને ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી હોવાની માહિતી મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે.

 

(10:50 am IST)