સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th November 2022

મોરબીમાં પ્રાથમિક સુવિધા ના મળતા વાડી વિસ્તારના રહીશો નારાજ: ચુંટણી બહિષ્કારના બેનરો લાગ્યા.

મોરબી : વિધાનસભા ચુંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ચુંટણી તંત્ર તેની તૈયારીમાં લાગ્યું છે તો રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરુ કરી દીધો છે ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ના મળતા સ્થાનિકો નારાજ છે અને ચુંટણી બહિષ્કાર કરવાના બેનરો લગાવી દીધા છે.
મોરબીની શ્રી બોરિયાપાટી સમસ્ત સતવારા સમાજ દ્વારા ૬૫ મોરબી-માળિયા વિધાનસભા ચુંટણી બહિષ્કાર કરવાના બેનર લગાવવામાં આવ્યા છે વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ના મળવાને કારણે ચુંટણી બહિષ્કાર કરવાનું જણાવ્યું છે જે બેનરમાં નીચે લખવામાં આવ્યું છે કે રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, પોસ્ટ (ટપાલ) ની સુવિધા, ભૂગર્ભ લાઈન, આરોગ્ય કેન્દ્ર સહિતની પ્રાથમિક સુવિધાઓ નહિ મળતા ચુંટણી બહિષ્કાર કરશે.

(11:05 pm IST)