બાબરા તાલુકાનાં કલોરાણા - વાવડા ગામના ખેડૂતોએ વિરજીભાઇ ઠુંમરને ટેકો જાહેર કર્યો
રાજકોટ તા. ૧૮ : લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વિધાનસભા માં તેમજ પોતાના મત વિસ્તારમાં કાયમી ખેડૂતો,બેરોજગાર યુવાનો,મંદી અને મોંઘવારી મુદ્દે રાજ્ય સરકાર સામે લડતા રહ્યા છે અવાજ ઉઠાવતા રહ્યા છે જેની નોંધ વિસ્તારના દરેક ખેડૂત તેમજ લોકોએ લીધી છે.
લાઠી વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોને પાણી વીજળી સહિત અન્ય કોઈ પ્રશ્ન બાબતે મુશ્કેલીઓ પડતી હોય તો તંત્ર સાથે સંકલન સાધી ઉકેલ લાવ્યો છે વિધાનસભા વિસ્તારમાં સતત પ્રવાસ કરી લોકોના પ્રશ્નોને હલ કરવાનો કાયમી પ્રયાસ કર્યો છે જેના કારણે આજે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં લોકો વિરજીભાઈ ઠુંમર ને વધુ પસંદ કરી રહ્યા છે.
લાઠી વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ગામડે ગામડે બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં બેઠકોમાં હાજરી આપી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી રહ્યા છે.ત્યારે પાંચાળ વિસ્તારમાં વાવડા કલોરાણા ગામના ખેડૂતોએ પોતાના ખેતરેથી સીધા દોડી જઇને માર્ગમાં વિરજીભાઈ ઠુંમર નું સ્વાગત કરી ખુલો ટેકો જાહેર કર્યો હતો.