સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th January 2023

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ઠંડીમાં આંશિક ઘટાડો : ગિરનાર ૫, નલીયા ૭.૨ ડિગ્રી

લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડકમાં રાહત મળતા હાશકારો

રાજકોટ તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે ઠંડીમાં આંશિક ઘટાડો થતાં લોકોને હાશકારો થયો છે. આજે સવારથી લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો છે.

ગિરનાર પર્વત ઉપર આજે ૫ ડિગ્રી, નલીયામાં ૭.૨, રાજકોટમાં ૧૧.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવાય છે.

લોકો ઠંડીથી બચવા માટે ગરમ વષાો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે અને મોડી રાત્રીના રસ્‍તાઓ સુમસામ બની જાય છે. ઠંડીથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા વધુ ઠંડક અનુભવાય છે.

જૂનાગઢ

(વિનુ જોશી) જૂનાગઢ : સોરઠમાં ઠંડીમાં આજે આંશિક ઘટાડો થયો હતો. જોકે ગિરનાર પર્વત પર પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

ગઇકાલે ગિરનાર પર ૨.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યા બાદ આજે પારો ઉપર ચડીને પાંચ ડિગ્રીએ સ્‍થિર થયો હતો પરંતુ કાતિલ ઠંડી યથાવત રહી હતી.

જ્‍યારે જૂનાગઢમાં સવારે ઠંડીનું પ્રમાણ ૧૦ ડિગ્રી રહ્યું હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા રહેતા કાતિલ ઠારનું આક્રમણ થયું હતું. સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૭ ડિગ્રી રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૧૪, મહત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૫૮ ટકા, પવનની ગતિ ૪.૫ કિ.મી. રહી છે.

 

ક્‍યાં કેટલી ઠંડી

શહેર         લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત ૫.૦ ડિગ્રી

અમદાવાદ   ૧૩.૪  ,,

અમરેલી      ૯.૩    ,,

વડોદરા      ૧૨.૬  ,,

ભાવનગર    ૧૨.૦  ,,

ભુજ          ૧૧.૭  ,,

દમણ         ૧૫.૦  ,,

ડીસા         ૧૦.૭  ,,

દીવ          ૧૧.૩  ,,

દ્વારકા         ૧૫.૭  ,,

ગાંધીનગર   ૧૧.૭  ,,

જામનગર    ૧૪.૦  ,,

જૂનાગઢ      ૧૦.૦  ,,

કંડલા         ૧૨.૪  ,,

નલિયા       ૭.૨    ,,

ઓખા         ૧૯.૯  ,,

પોરબંદર     ૧૦.૯  ,,

રાજકોટ       ૧૧.૯  ,,

વેરાવળ      ૧૫.૪  ,,

  સુરત        ૧૩.૮    ,,

(11:05 am IST)