સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th January 2023

ભારતીય સિનેમાનો કયારેય બહીષ્‍કાર થશે નહીઃ ડાયરેકટર અનિલ શર્મા

સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગદર - રના ડાયરેકટર અને હીરો સહીતની ટીમ એ પુજા કરીને આર્શિવાદ મેળવ્‍યા

સોમનાથ દર્શનાર્થે ગદર -રના ડાયરેકટર હીરોની મુલાકાતની તસવીર

દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: સોમનાથમાં આસીફ કાદરીના મહેમાન બનેલા ગદર - ર ના ડાયરેકટર અનિલ શર્માએ પત્રકારો સાથે વાતચીત માં જણાવેલ હતું કે ભારતીય સિનેમા નો કયારેય બિહષ્‍કાર થશે નહી ભારતીય ફીલ્‍મ ઈન્‍ડ્રસ્‍ટ્રીઝ સંસ્‍કારો આપે છે એક ટકો કયાંક ખરાબ હોય છે ભારત તથા વિશ્‍વની અંદર દેશ પે્રમ સંસ્‍કૃતિ તેમજ હાસ્‍ય આપતી આ ઈન્‍ડ્રસ્‍ટીઝ માં દરરોજ હજારો લોકો સપના પુરવા માટે આવે છે લાખોલોકોને રોજીરોટી મળે છે અનેક લોકપ્રિય ફીલ્‍મો એલાન એ જંગ, મહારાજા,હુકુમત,તુમારે હલાવે વતન સાથીયો જેવી સફળ ફીલ્‍મ બનાવેલ છે ગદર - ૧ ખુબજ લોકપ્રિય થયેલ હતી તારાસિંહ નુ પાત્ર ઉપર ગદર - ર બનાવેલ છે દેશપ્રેમ તેમજ હાસ્‍ય થી ભરપુર આ ફીલ્‍મ છ માસ માં પ્રસીઘ્‍ધ કરવામાં આવશે સોમનાથ ના દર્શન કરી ધન્‍યતા અનુભવેલ છે.

ગદર - ર ના હીરો ઉત્‍કર્ષ શર્મા ગદર - ૧ માં શનિ દેઓલ ના નાના બાળકની ભુમીકામાં હતા તે આ પીકચર માં મુખ્‍ય ભુમીકા ભજવે છે તેને જણાવેલ હતું કે સિનેમાની અંદર નવા હીરો હીરોઈન ઓ આવતા રહે છે કંઈક નવું આપતા રહેવું પડે છે.

વેરાવળ ના આસીફ કાદરી ગદર - ર માં ભુમીકા ભજવેલ છે તેમને જણાવેલ હતું કે દેશ પ્રેમ સહીત ની ભાવનાઓ સિનેમા ના લોહીમાં છે ખુબજ સરસ અનુભવ રહયો દરેક ની સાથે કામ કરવાની ખુબજઆનંદ આવેલ છે ડાયરેકટર,હીરો સહીત સોમનાથ આવેલ હતા તેને આ વિસ્‍તારની મહેમાનગતી ખુબજ માણી.

(11:36 am IST)