બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને કચ્છના પલાસવામાંથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ : પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એલ.સીબી.ના પોલીસ ઇન્સપેકટર જે.વી.ચૌધરીના આદેશથી બે ગુનાના નાસતો ફરતો આરોપી રમેશ હિરાભાઇ ખીટ રહે. પલાસવા ગામ, તા.રાપર જી.કચ્છ વાળો કચ્છ જીલ્લા પલાસવા ગામ ખાતે ઝડપી પાડેલ છે.
આ કામગીરી પરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એલ.જે.મિયાત્રા, એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ, પો.હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, પો.કોન્સ મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રસિંહ વૈષ્ણવ, હેડ કોન્સ અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. બંળવતસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.