કલ્યાણપુરની મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ એકની ધરપકડ
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯: પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ પોલીસઅધિક્ષક નીતેશ પાંડેય ના. પો. અધિક્ષક હાર્દિક પ્રજાપતિના આદેશથી ગોદળભાઇ સનાભાઇ લધા ઉ.વ.૪૩ ધંધો મંજુરી રહે. હાલ જોગવડ ગામ આશાપુરા હોટલની પાછળ તા.લાલપુર જી. જામનગર મુળ રહે. ઉદ્યોગનગર પાડલી રોડ, સુરજકરાડી મીઠાપુર તા. ઓખા મંડળ જી. દેવભુમી દ્વારકાની ચોરાઉ બાઇક સાથે ધરપકડ કરેલ છે.આ કામના આરોપી રખડતા ભટકતા કોઇપણ સમયે મો. સા. ડાયરેકટ કરી ચોરી કરવાની જ ટેવ ધરાવે છે. આ કામગીરી પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા, પો. હેડ કોન્સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો. હેડ કોન્સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર, પો. હેડ કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિ઼હ જાડેજા, પો. હેડ કોન્સ જેઠાભાઇ સોમાભાઇ પરમાર, પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, પો. કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, પો. કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણાએ કરી છે.