સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th January 2023

ગિરનાર અને રોપ-વે આંતરરાષ્‍ટ્રીય પર્યટન સ્‍થળ તરીકે ઉભરી આવશે

ગિરનાર ઉપર બિરાજમાન જગતજનનીમાં અંબાના દર્શન કરતા કેન્‍દ્રના રાજ્‍યકક્ષાના નાણામંત્રી ભાગવત કરાડ : રોપ વેના માધ્‍યમથી ગરવા ગિરનારનું સૌંદર્ય નિહાળ્‍યું: ગિરનાર યાત્રાને અવિસ્‍મરણીય અનુભવ ગણાવતા મંત્રી ભાગવત કરાડ

જૂનાગઢ તા.૧૯ : કેન્‍દ્ર સરકારના રાજ્‍યકક્ષાના નાણામંત્રી શ્રી ભાગવત કરાડે ગિરનાર પર્વત સ્‍થિત માં અંબાના ભાવપૂર્વક દર્શન કરી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી ધન્‍યતા અનુભવી હતી. આ સાથે   દેશ અને ગુજરાતની સુખાકારી-સમળદ્ધિની પ્રાર્થના કરી હતી.

શ્રી કરાડે ઉડન ખટોલાના માધ્‍યમથી માં અંબાના દર્શન કરવા પહોંચ્‍યા હતા. આ દરમિયાન મંત્રીશ્રીએ ગરવા ગિરનારના અફાટ સૌંદર્યને રસપૂર્વક  નિહાળ્‍યું હતું.

જૂનાગઢ ગિરનાર ઉપર પ્રથમ વખતયાત્રાનેઅવિસ્‍મરણીય ગણાવતા જણાવ્‍યું કે, તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ગુજરાતમાં પ્રવાસન-પર્યટન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. પર્યટન સ્‍થળોએ અધ્‍યતન સુવિધાઓમાં વિકસાવવામાં આવી છે. જેનો લાભ યાત્રાળુ અને પર્યટકોને મળી રહ્યો છે. અંતમાં શ્રી કરાટે ઉમેર્યું કે, દર વર્ષે ૧૨ લાખ શ્રદ્ધાળુઓના રોપ વેના માધ્‍યમથી માં અંબાના દર્શન કરી ધન્‍યતા અનુભવી રહ્યા છે. ત્‍યારે મંદિર પરિસરનો વિકાસ પણ એટલો જ જરૂરી બન્‍યો છે.

શ્રી કરાડેની આ અગ્રણી સર્વ ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા ડેપ્‍યુટી મહેશ્વરી ગીરીશભાઈ કોટેચા પુનિતભાઈ શર્મા,  પાર્થભાઈ કોટેચા મણવરભાઈ સહિતના મહાનુભાવો સાથે રહ્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્‍ટ દ્વારા મહંત શ્રી તનસુખગીરી બાપુ વતીપૂજારીઓએ માતાજીની ચુંદડી પ્રસાદી રૂપ અર્પણ કરીને સન્‍માનિત કર્યા હતા અને રૂડા આશીર્વાદ આપ્‍યા હતા.

(1:52 pm IST)