સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th February 2021

ગારીયાધાર : શાળાઓ ખુલી ગઇ

ગારીયાધાર : શ્રી માંડવી કે શાળા તા. ગારિયાધાર જી. ભાવનગર આજે ધો ૬ થી ૮ ના ભૂલકાઓની શાળા ખુલી રહી છે, ત્યારે માંડવી કે શાળા પરિવાર દ્વારા સરકાર શ્રીની સૂચવેલ એસઓપીના નિયમ મુજબ બાળકોને માસ્ક વિતરણ, સેનીટાઈઝર, ઓકિસજન લેવલ, ટેમ્પરેચર વગેરે તપાસ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવી, તેમજ દરેક બાળકોના વાલી સંમતી પત્રક ફરજિયાત લેવામાં આવેલ. સર્વોદય માલપરા ટ્રસ્ટ દ્વારા ૧૦૦૦ માસ્ક ની સહાય આપેલ. ખાસ એસઓપી નું પાલન થાય તે અંગે શાળા માં આચાર્ય રમેશભાઇ દ્વારા આયોજન થયેલ છે.

(11:30 am IST)