બગસરામાં દોઢ લાખની ઘરફોડી
અમરેલી, તા. ૧૯ :. બગસરામાં સ્વામિ વિવેકાનંદ સોસાયટી શેરી નં. ૬માં રહેતા રામકુભાઈ ખોડુભાઈ કહોરના રહેણાંક મકાનમાં તસ્કરોએ ત્રાટકી કબાટના તાળા તોડી સોનાની વિટી નંગ ૩, ૨૫ ગ્રામ સોનાના ચેઈન ૨૦ ગ્રામ અને રોકડ રકમ રૂ. ૪૫ હજાર મળી કુલ ૧ લાખ ૫૦ હજારની મત્તા ચોરી કરી લઈ ગયાની રામકુભાઈ કહોરે ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કરી વિશેષ તપાસ પીઆઈ શ્રી મકવાણાએ હાથ ધરી છે.
ઝેરી દવા પીતા મોત
ઉમરીયા ગામે રહેતી કાજલબેન દડુભાઈ ચુડાસમા (ઉ.વ. ૨૪) ખેતરમાં ચણા વાઢતા કામકાજ અંગે પિતાએ ઠપકો આપતા પોતાને લાગી આવતા જુવારના ખેતરમાં જઈ ઝેરી દવા પી જતા મોત નિપજ્યાનું ભાઈ વનરાજભાઈ દડુભાઈ ચુડાસમાએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
લાકડી મારી ફ્રેકચર
રાજુલા તાલુકાના માંડળ ગામની સીમમાં આતુભાઈ મગનભાઈ કાતરીયાના ખેતરના શેઢે ભોળા ઘેલા વરૂ ઘેટા-બકરા ચરાવતા લીમડો કાપવાની ના પાડતા ઉશ્કેરાઈ લાકડી વડે માર મારી ફ્રેકચર કર્યાની ડુંગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
૧૯ નશાખોર ઝડપાયા
અમરેલી જિલ્લા પોલીસવડા શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા પોલીસ દ્વારા જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ડ્રિંકસ એન્ડ ડ્રાઈવ દરમ્યાન ૧૯ શખ્સોને પોલીસે નશો કરેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.