સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th March 2023

ચોટીલાના ધરમપુર ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ :સતત ત્રીજે દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

ચોટીલા તાલુકાના ધરમપુર ગામ સહિતના ગામોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ચોટીલાના ધરમપુર ગામમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ  થયો છે

સતત ત્રીજે દિવસે કમોસમી વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે  ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે

 

(10:48 pm IST)