સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th March 2023

મોરબીના જુના ઘુંટુ રોડ પાસે બાઇકમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

- બાઈક તેમજ દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા ૧,૦૦,૧૬૦નો મુદામાલ જપ્ત


મોરબીમાં જુના ઘુંટુ રોડ પાસે બાઇકમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમની મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મંગલમ વિસ્તારમાંથી જુના ઘુંટુ રોડ તરફ જતા રસ્તે મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી મુકેશ ગોરધનભાઇ સુરેલા રૂપિયા ૧,૦૦,૦૦૦ની કિંમતના રોયલ ઇન્ફીલ્ડ બુલેટ મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-36-AE-7664 પર નીકળતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી.
જેમાં આરોપી મુકેશ પાસેથી રૂપિયા ૧૬૦ની કિંમતનો ૮ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી બાઈક તેમજ દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા ૧,૦૦,૧૬૦નો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:52 pm IST)