સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th March 2023

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્‍થાને યોજાઇ

દેવભૂમિ દ્વારકા:દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી.

બેઠકમાં ધારાસભ્ય‍ તથા જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો ત્વરિત સંતોષકારક નિકાલ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ત્યાર બાદ સંકલન સહ ફરિયાદ સમિતિના વિવિધ પ્રશ્નોની નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા દ્વારા વાંચન કરવામાં આવ્યું  હતું તેમજ ચર્ચા વિચારણા કરી બાકી રહેતા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા જણાવ્યું  હતું.

આ બેઠકમાં ધારાસભ્ય હેમતભાઇ ખવા, જિલ્‍લા પંચાયત પ્રમુખના પ્રતીનિધી  વી.ડી. મોરી,  ઇન્ચાર્જ જિલ્લા  વિકાસ અધિકારી જે.આર પરમાર, સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ/પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

(11:06 pm IST)