સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

શાપરના કારખાનામાં ભીષણ આગઃ ૫૦ લાખનું નુકસાન

આગમાં પ્લાસ્ટીકના દાણા ભરેલા બાચકા, મશીનરી, મીક્ષર મશીન, કટર, વેલ્ડીંગ પેટી, ઈલેકટ્રીક પેનલ વાયરીંગ, ટેબલ ફેન બળી ગયા

રાજકોટ, તા. ૧૯ :. શાપર-વેરાવળમાં આવેલી ગોકુલ પોલી પ્લાસ્ટિક નામના કારખાનામાં આગ લાગતા ફાયરબ્રીગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુજાવી હતી.

મળતી વિગત મુજબ શાપરમાં ગોલ્ડન ઈન્ડસ્ટ્રીઝ એરીયા-૨માં આવેલ ગોકુલ પોલી પ્લાસ્ટીક નામના કારખાનામાં એકાએક આગ લાગતા કારખાનાની ઓરડીમાં રહેતા મજુરે તાકીદે જાણ કરતા માલિક જયેશભાઈ ડઢાણીયા સ્થળ પર પહોંચી ગયા હતા. તેણ જાણ કરતા રાજકોટ ફાયરબ્રિગેડના જયેશભાઈ, કિશોરભાઈ, જયેશભાઈ ડાભી, રોહીતભાઈ ડાભી તથા હીરાભાઈ સહિત એક ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી દોઢેક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી. આગ કારખાનાની અંદરના ભાગમાં લાગી હતી તેમા પ્લાસ્ટીકના દાણા ભરેલા બાચકા, દાણા પાડવા માટેની મશીનરી, મીક્ષર મશીન, કટર, વેલ્ડીંગ પેટી, ઈલેકટ્રીક પેનલ વાયરીંગ, ટેબલ ફેન, સિલાઈ મશીન તથા અલગ અલગ ઈલેકટ્રીક મોટરો સહિતનો માલ બળી ગયો હતો. આગમાં બીલ્ડીંગના શેડના બાંધકામમાં પણ ડેમેજ થયું હતું. આગ શોર્ટસર્કિટના કારણે અને તેમા અંદાજે ૫૦ લાખનું નુકસાન થયુ હોવાનુ કારખાનાના માલિકે જણાવ્યુ હતું.

(4:01 pm IST)