સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

મોરબીના કન્યા છાત્રાલય રોડ નજીકની સોસાયટીમાં બે માસથી ખોદેલા ખાડા બુરવાનું તંત્ર ભૂલી ગયું

મોરબી : મોરબીના વોર્ડ નં ૦૯ માં કન્યા છાત્રાલય રોડ પર બે માસથી કામ ચાલુ હોય જેથી ગારા કીચડ થાય છે અને બે માસથી ખાડા ખોદેલા હોય જે બુરવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે જેથી લત્તાવાસીઓમાં રોષ ભભૂક્યો છે
   મોરબીના કન્યા છાત્રાલય રોડ પરની શ્રી કુંજ સોસાયટીમાં ૨ માસથી કામ ચાલુ છે અને ચોમાસું નજીક છે ત્યારે અનેક રજૂઆત કરવા છતાં પાલિકાના રેઢિયાળ તંત્ર નું પાણી હલતું નથી બે માસથી ખોદેલા ખાડા બુરવાનું તંત્ર ભૂલી ગયું છે અને ચોમાસું આવી ગયું છે ત્યારે લોકો હેરાન પરેશાન જોવા મળે છે વીસ્તારમ રોડ રસ્તા, ગટર અને પાણી તેમજ લાઈટ જેવા પ્રશ્નો અંગે અનેક રજૂઆત કરી છે પીવાના પાણીની પણ મુશ્કેલી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે  ચોમાસાની સીઝનમાં આ વિસ્તારમાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એની ખબર જ પડતી નથી તેને કારણે અવાર નવાર અકસ્માતો થાય છે, યોગ્ય સંકલનના અભાવે અને સતાધીશોની અણઆવડતને લીધે નવા બનાવેલા રસ્તાઓ તોડવા પડે છે ને ફરી રિપેર કરવાની તંત્ર તસ્દી લેતું નથી. જેથી તાત્કાલિક કાર્યવાહી કરાય તેવી માંગ લત્તાવાસીઓ કરી રહયા છે

(9:17 pm IST)