મચ્છુ-3 ડેમમાં યુવતીએ ઝંપલાવ્યું : ફાયર બ્રિગેડ, પોલીસ ઘટના સ્થળે
ઘટના સ્થળેથી હીરો કંપનીનું મોટર સાયકલ બિનવારસી હાલતમા મળ્યું : યુવતીને શોધવા પ્રયાસ
મોરબી : મોરબી જુના આરટીઓ નજીક આવેલ મચ્છુ-૩ ડેમમાં એક યુવતીએ ઝંપલાવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. હાલ ઘટના સ્થળે મોરબી ફાયર બ્રિગેડ ટીમ અને તાલુકા પોલીસ મથકનો કાફલો પહોંચી ગયો છે અને યુવતીને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે. પરંતુ હજુ સુધી યુવતીની કોઈ ભાળ મળી નથી. ઘટના સ્થળેથી હીરો કંપનીનું મોટર સાયકલ બિનવારસુ હાલતમાં મળી આવેલ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક આવેલ મચ્છુ -૩ ડેમમાં લાલ ક્લરનું ટીશર્ટ પહેરેલ યુવતીએ મોટર સાયકલ રેઢું મૂકી ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ જાગૃત નાગરિકને થતા મોટર સાયકલના ફોટા સાથેની વિગતો વહેતી કરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ ટીમ અને તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે
જો કે એકથી દોઢ કલાક પહેલાની ઘટના હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો જણાવી રહ્યા છે. ઘટના સ્થળે જીજે3એલસી 3376 નંબરનું મોટર સાયકલ બિનવારસુ મળી આવ્યું છે અને એમ પરિવહન એપ મુજબ સુરેશભાઈ શાહના નામે આ મોટર સાયકલ રજીસ્ટર્ડ થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ મોરબી ફાયર બ્રિગેડ વિભાગના વસીમભાઈ, સલીમભાઈ, પાતાભાઈ અને દિનેશભાઇ સહિતનો કાફલો યુવતીને શોધવા કામે લાગ્યા છે. પરંતુ હજુ સુધી યુવતીનો કોઈ પતો લાગ્યો ન હોવાનું જાણવા મળે છે.