સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

રસ્તો બનતા વડીયાના લોકો ખુશ :

વડીયા : જૂનાગઢ જિલ્લાના ભેંસાણને જોડતા બે રસ્તાઓ છે. હાલ બંને રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. આ વિસ્તારના આગેવાનો અને લોકોની વારંવાર રજૂઆતથી વડીયા ઢોળવા ભેંસાણના રસ્તાને બનાવવા માટે ભેંસાણના ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા રજૂઆત કરાતા હાલ આ રસ્તાની કામગીરીનો પ્રારંભ થતા કેટલાય સમયથી આ વિસ્તારના ખેડુતો અને લોકો કે જે આ રસ્તા પર કાયમી તકલીફનો સામનો કરતા હતા તે હવે રસ્તાની કામગીરીનો પ્રારંભ થતા તકલીફનો અંત આવતા લોકો ખુશ થયા હતા.

(11:23 am IST)