સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

પ્રો.ડો.મહેન્‍દ્ર છત્રારા યુ-ટ્‍યુબ પર

આગવી પ્રતિભા ધરાવતા નિવૃત્ત અધ્‍યાપકની વાક્‌છટા માણો : મોજ કરાવતી શ્રેણી ‘હાસ્‍યનો હેલ્લારો'નો પ્રથમ ભાગ રીલીઝઃ માણવા જેવો કાર્યક્રમ

રાજકોટ,તા.૧૯: જામજોધપુર કોલેજમાં ૩૬ વર્ષ અધ્‍યાપન કરનાર નિવૃત્ત પ્રો.ડો.મહેન્‍દ્રભાઈ છત્રારા યુ-ટ્‍યુબ પર  ધૂમ મચાવશે. આગવી પ્રતિભા ધરાવતા ડો.છત્રારાએ યુ-ટ્‍યુબ પર મોજ કરાવતી શ્રેણી ‘હાસ્‍યનો હેલ્લારો'નો પ્રથમ ભાગ રીલીઝ કર્યો છે. દર્શકો- શ્રોતાઓને મોજ કરાવતી આ શ્રેણીમાં ડો.છત્રારાની વાકછટા માણવા મળશે.

ડો.મહેન્‍દ્રભાઈએ મનુભાઈ પંચોલી ‘દર્શક' પર પીએચ.ડી. કર્યું છે. વિવિધ પ્રેરક વિષયો પર ડો.છત્રારાના ૧૫ પુસ્‍તકો પ્રકાશિત થયા છે. તનાવના માહોલમાં ‘હાસ્‍યનો હેલ્લારો' શ્રેણી મનનું હળવું અને પ્રસન્‍ન કરનારી છે. યુ-ટ્‍યુબ પર મહેન્‍દ્ર છત્રારા સર્ચ કરવાથી હાસ્‍યનો હેલ્લારો માણી શકાશે. આ શ્રેણી માટે ડો.છત્રારા (મો.૯૪૨૭૫ ૭૨૯૫૫) પર અભિનંદનો વરસે છે.

 

(11:49 am IST)