સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

દ્વારકા જીલ્લામાં ગુન્હાઓ આચરી વર્ષોથી ફરાર થયેલ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતના ૯ ફરારી આરોપી ઝડપાયા

ખંભાળીયા, તા. ૧૯: ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી અને એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી જે.એમ. ચાવડા નાઓની દેખરેખ હેઠળ ટીમોને ટેકનીકલ અને હ્યુમન સોર્શીયસનું માર્ગદર્શન પુરૃ પાડી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજયમાંથી અલગ અલગ ગુનાના કુલ-૯ (નવ) વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

દ્વારકા પ. સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ર૧પ/ર૦૧૩ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬પ(એ)(ઇ), ૧૧૬ (બી), ૮૧ મુજબના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી દેવેન્દ્રસિંહ માધુસિંહ સતાહત રહે. ઉદેપરીયા, તા. ચરાડા જિ. ઉદેપુરવાળાને પકડી પાડેલ.

આ ગુનો ગત તા. ર૦-૬-ર૦૧૩ ના રાત્રીના બનેલ રેઇડ દરમિયાન મોહન ઉર્ફે ચકલી ડાભી રહે. દ્વારકાવાળા તથા અરજણ નાથાભાઇ છુછર રહે. ભાણવડ વાળાને ઇંગ્લીશ દારૃની બોટલ-૬૬ અને બીયર ટીન-ર૪ કિ. રૃા. ૩૯૦૦૦/- ભાણવડ વેચનાર તરીકે ઉકત નાસતા ફરતા આરોપીનું નામ તપાસમાં ખુલેલ...

ભાણવડ પો. સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૮/ર૦૧૪ પ્રોહી કલમ ૬૬(બી), ૬પ (એ)(ઇ), ૧૧૬ (બી), ૮૧ મુજબના ગુનામાં છેલ્લા ૭ વર્ષથી નાસતા ફરતા આરોપી મનોજકુમાર સુરેન્દ્રસિંહ કપુર ઉ.વ.પ૮ રહે. સંતોષનગર, ગારીયાવાસ શેરી નં. ૬, ઉદેયપુર રાજય રાજસ્થાન વાળાને પકડી પાડેલ.

આ ગુનો ગત તા. ૬-ર-ર૦૧૪ ના રોજ બનેલ રેઇડ દરમિયાન ઉકત ના. ફ. આરોપીએ ઇંગ્લીસ દારૃનો જથ્થો ભાણવડ પો. સ્ટે. ફ.ગુ.ર.નં. પ૬/ર૦૦૬ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪ર૦ મુજબના ગુનાના કામેના છેલ્લા ૧પ વર્ષથી નાસતા ફરતા આરોપી કૈલાશચંદ ગોપુરામ જોષી ઉ.વ.પર રહે. બોરૃન્દા, તા. બીલાડા, જિ. જોધપુર વાળાને પકડી પાડેલ.

આ ગુનો ગઇ તા. ૧-૭-ર૦૦૬ ના ફરીયાદી વિજયભાઇ મસરીભાઇ વારોતરીયા નાઓને ઉકત ના. ફ. આરોપી તથા હજુ આ ગુનામાં નાસતો ફરતો તેના ગામના સહ આરોપી દીપક ચંદ્રકાન્ત જોજોશી બંને જયોતીષનું કામ બતાવી ગૃહ નળતર માટે વીધી કરવાની લાલચ આપી તેની પત્નીના ર૦ તોલા દાગીના રૃા. ર લાખ જે તે વખતની કિંમતના નજર ચુકવી લઇ જઇ છેતરપીંડી કરેલ. તપાસ દરમિયાન નામ ખુલેલ...

ખંભાળિયા પો. સ્ટે. ફ.ગુ. ર. નં. પ૪/ર૦૧૧ ઇ.પી.કો. કલમ ૪૦૭, ૪ર૦ મુજબના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપી રૃપલાલ કીશનજી પટેલ (ઉ.વ.પ૦) રહે. કુશબલ બમ્બોરા ફીલા ગાવ, તા. ગીરવા જિ. ઉદેપુર રાજય રાજસ્થાન વાળને પકડી પાડેલ.

આ ગુનો ગત તા. ૧૮-૩-ર૦૧૧ ના ફરીયાદી ડેનીયલ જયોર્જ ક્રીશીયન રહે. રાજકોટ વાળાને એસસાર કંપનીમાંથી ફર્નીસ ઓઇલ ભરવાનો મળેલ ગત તા. ૯-૩-ર૦૧૧ ના કંપનીમાંથી ટેન્કર નં. જી. જે. ૩ વી-૯૭ર૩માં ના. ફ. ત્હો. એ. શીલ તોડી પાંચ ટન ઓઇલ કિ. રૃા. ૧૮પ૦૦૦/- નું કાઢી લઇ છેતરપીંડી કરેલ. એફ.આઇ.આર.માં પ્રથમથી જ નામ ખુલેલ.

આ કામગીરીમાં પો. સ.ઇ. જી.જી. ઝાલા દ્વારકાધીશ મંદિર સુરક્ષા તથા સ્ટાફના ભાણવડ પો. સ્ટે. ના કિશોરભાઇ નંદાણીયા, ખીમાભાઇ કરમુર, ખંભાળીયા, પો. સ્ટે.ના હેડ કોન્સ. કાનાભાઇ લુણા, કલ્યાણપુર પો. સ્ટે.ના થારીયાભાઇ સુમણીયા, સલાયા પો. સ્ટે. ના હેડ કોન્સ. વીરેન્દ્રભાઇ જાડેજા અને દ્વારકા પો. સ્ટે.ના પો. કોન્સ. મસરીભાઇ છુછર જોડાયેલ.

ખંભાળીયા પો. સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૦/ર૦૧૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪ર૦ મુજબના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપી જીવણનાથ શકિતનાથ ઝા (ઉ.વ.૬ર) રહે. આવાસ વિકાસ કોલોની ટાઇનશીપ એલ.આઇ.જી. -૧૭ એ મથુરા રાજય ઉતરપ્રદેશ વાળાને પકડી પાડેલ. આ ગુનો ગત તા. પ-૩-ર૦૧૦ ના એસ્સાર ઓઇલ રીફાઇનરી ખાતે બનેલ. અગ્રવાલ રોડ લાઇન્સ પ્રા. લી.ના જનરલ મેનેજર ફરીયાદી મીલીન્દ મહેન્દ્રભાઇ કારીયા રહે. જામનગર વાળાએ ત્હોના માલીકીના ટેન્કર નં. એચઆર-૩૮-એલ-ર૯૭૦ માં ડામરનો ૧૪ ટન ૪૯૦ કીલો કિ. રૃા. ૩,૮૭,૮૪૦/- જથ્થો ભરી ડી.એસ.ી.લી. લખનઉ યુ.પી. ખાતે પહોચાડવાનો હોય તે ડામરનો જથ્થો નહીં પહોંચાડી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કરેલ.

આ કામગીરી પો. સ.ઇ. પી.ડી.વાંદા, ભાટીયા આઉટ પોસ્ટ, કલ્યાણપુર પો. સ્ટે. તથા સ્ટાફના કલ્યાણપુર પો. સ્ટે. ના હેડ કોન્સ. લખમણભાઇ કારાવદર, ભાણવડ પો. સ્ટે.ના પો.કોન્સ. હરેશભાઇ કલોતરા, ખંભાળીયા પો. સ્ટે. ના પો. કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા જોડાયેલ.

દ્વારકા પો. સ્ટે. ફ.ગુ.ર.નં. ૩ર/૧૯૯૯ ઇ.પી.કો.કલમ ૩૯પ, ૩૯૭ મુજબના ગુનાના કામે છેલ્લા ર૧ વર્ષથી નાસતા ફરતા આરોપી પારુભાઇ પીંદીભાઇ મેડા ઉ.વ.૪પ રહે. સુરડીયા તા. રણાપુર જિ. જાંબુઆ પકડી પાડેલ. તેમજ ગોંડલ તાલુકા પો. સ્ટે. ફ.ગુ.ર.નં. રપ૦/૧૯૯૬ તથા રપ૧/૧૯૯૬ ઇ.પી.કો. કલમ ૩૯૪ વિગેરે મુજબના ગુનામાં તથા જામનગર સીટી એ ડીવી. પો. સ્ટે. ફ.ગુ.ર. નં. ૬૬/૧૯૯૯ ઇ.પી.કો.કલમ ૩૯પ વિગેરે આમ, રાજકોટ રેન્જના કુલ-૪ લૂંટ-ધાડના ગુનાના છેલ્લા રર થી રપ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.

આ ગુનો ગત તા. ર૭-૪-૯૯ના દ્વારકા રૃક્ષ્મણી મંદિર ખાતે ના. ફ. ત્હો તથા અન્ય મળી ૧૦ જણાએ રૃક્ષ્મણી મંદિરના આગળ સુતેલ સાધુઓ ઉપર પત્થર મારો કરી, લાકડાના ધોકા અને લોખંડના સળીયામાંથી ફરીયાદી રાજારામ રામચંદ્ર તથા સાહેદ સુંદરસ્વામી વિગેરે પાંચ સાધુઓ-પુજારીઓને મારમારી ઇજા કરી રૃક્ષ્મણ મંદિરના દરવાજો તોડી ચાંદીના છતર, સોનાનો ચેઇન અને રોકડા રૃા. ૬૩૮પ૦ ના મુદ્દામાલની લૂંટ કરેલ મુદ્દામાલ જે તે વખતે સાત આરોપી પકડેલ તેની પાસેથી રીકવર કરેલ. તપાસમાં નામ ખુલેલ.

આ કામગીરીમાં પો. સ.ઇ. આર. એમ. મુંધવા ખંભાળીયા પો. સ્ટે. તથા સ્ટાફના ઓખા મરીન પો. સ્ટે.ના હેડ કોન્સ. ડાડુભાઇ જોગલ, ખંભાળીયાના હેડ કોન્સ. રોહિતભાઇ થાનકી, દિવ્યરાજસિંહ જાડેજા, મીઠાપુરના પો. કોન્સ. વિજયભાઇ વારોતરીયા, દ્વારકાના રવીભાઇ નાગેશ અને ભાણવડના વિપુલભાઇ મોરી જોડાયેલ.

ભાણવડ પો. સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૪/ર૦૧પ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબના ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા આરોપી ગુડો ઉર્ફે ગુડુ ઉર્ફે રમેશભાઇ લક્ષ્મણભાઇ સુભાન વાસકેલા (ઉ.વ.ર૮) ધંધો ખેતમજુરી રહે. ચીતાવરા ગામ તા. કુકશી જિ. ધાર રાજય મધ્યપ્રદેશ હાલ રાણા વડવાળા ગામની સીમ તા. રાણાવાવ વાળાને પકડી પાડેલ.

ભાણવડ પો. સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૪/ર૦૧પ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબના ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશ ઉર્ફે મૈયો રામસીંગભાઇ બામનીયા ઉ.વ.રર રહે. ચીતાવરા ગામ તા. કુકશી જિ. ધાર રાજય મધ્યપ્રદેશ હાલ મોડપર ગામ તા. ભાણવડ જિ. દેવભૂમિ દ્વારકા વાળાને પકડી પાડેલ.

ઉપરોકત નં. ૧ અને ર નામવાળાએ ગત તા. ર-૧ર-ર૦૧પ ફરીયાદી ચંદુભાઇ મોત્યાભાઇ નથજુભાઇ ભુરીયા ની પૌત્રી ઉ.વ.૧૩ થી ૧૪ વર્ષ વાળી નાબાલીક છોકરીને બંને આરોપીઓ મળી અપહરણ કરી બદકામ કરવાના ઇરાદે ઉપાડી જઇ ગુનો કરેલ બંને ત્હોમતદારના નામ એફ.આઇ.આર.માં પ્રથમથી જ ખુલેલ અને ના. ફ. ત્હોને પકડી પાડેલ.

ઓખા મરીન પો. સ્ટે. ફ.ગુ.ર.નં. ૬/ર૦૧૩ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબના ગુનામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપી અજયભાઇ કાશીરામભાઇ નીરાલે ઉ.વ.ર૭ રહે. મુળ બાલ્યા ગામ, તા. બડવાહ જિ. ખરગોન રાજય મધ્યપ્રદેશ હાલ સુભાષનગર, જાવર દંગા, પોરબંદર વાળાને પકડી પાડેલ.

આ ગુનો ગત તા. ૧૯-પ-ર૦૧૩ ના રોજ ઓખાની અપહણ કરી લઇ ગયેલ. ભોગ બનનાર બેન અગાઉ મળી આવેલ.

આમાં પો. સ.ઇ. એસ.વી. ગળચર, એલ.સી.બી. તથા પો. સ.ઇ. પી.સી. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડ તથા સ્ટાફના એસ.આઇ. દેવસીભાઇ ગોજીયા, કેશુરભાભાઇ ભાટીાય, સજુભા જાડેજા, ભરતભાઇ ચાવડા હેડ કોન્સ. જીતુભાઇ હુણ, મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, બોધાભાઇ કેશરીયા, લાખાભાઇ પીંડારીયા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, પો. કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયેલ.

(12:23 pm IST)