સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

કોટડાસાંગાણીના માણેકવાડા ગામેજાહેરમાં જાુગાર રમતા ૭ પકડાયા

રાજકોટ તા. ૧૯: કોટડાસાંગાણીનાં માણેકવાડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

માણેકવાડા ગામની સીમમાં સરકારી વીડમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા કોટડાસાંગાણીના પો. કો. વિશ્વરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જાુગાર રમતા ચકા બચુભાઇ મકવાણા રે. કનેસરા ગામ, જીતેન્દ્રસિંહ જયરાજસિંહ જાડેજા રે. માણેકવાડા, મહેશ ઘુસાભાઇ સોરઠીયા રે. કોટડાસાંગાણી, જયપાલસિંહ જગદીશસિંહ જાડેજા રે. માણેકવાડા, અશ્વીન કનુભાઇ માનસરા રે. મોટા માંડવા, પ્રવિણ નાનજીભાઇ કાકડીયા રે. માણેકવાડા તથા મકન રણછોડભાઇ વેકરીયા રે. મોટા માંડવાને રોકડા રૃા. ૬૧૯૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(12:24 pm IST)