સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

પોરબંદર જૂના બંદર વિસ્તારના કાંઠામા ચોમાસાના ભારે મોંજાની પછડાટથી વધતુ જતુ પોલાણ

નજીકના રહેણાંકોમાં અવારનવાર ધ્રુજારી : કાંઠે મહાકાય પથ્થરોની આડશ મુકવા માંગણી

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : ચોમાસામાં કરન્ટવાળા મોજાની ભારે પછડાટથી જૂના બંદર વિસ્તારમાં કાંઠામાં જમીનમાં પોલાણ વધતુ જાય છે. આ પોલાણ આગળ ન વધે તે માટે કાંઠે ટી આકારના વજનદાર પથ્થરો મુકવા માંગણી ઉઠી છે.

 એક તરફ ઉંચાઇ વિસ્તાર અને તેની ભોગોલિકતા અસ્માવતી ઘાટથી ધીમે ધીમે ઉંચાઇ શરૃ થાય એટલે કે અસ્માવતી નદી અને અરબી સમુદ્રનો મેળાપ થાય છે ત્યાથી નાકની દાંડીએથી એસટી બસ સ્ટેન્ડ સુધી ઉંચાઇ જોવા મળશે પરંતુ ડાબી જમણી બાજુના પડખા એટલે કે દક્ષિણથી ઉતર નીચાણવારો વિસ્તાર આવશે અને સુપડા જેવી જમીનનો આકાર છે. ખાડમાં છે. સોમનાથ મહાદેવથી ઉંચાણવારો ભાગ શરૃ થાય છે અને બોટ એશો.ની ઓફીસથી રોડ મુકતા વોરાવાડ અને અંદર ભાગે ભોઇવાળો અને ભોઇવાળામાં ધમાનો ટીંબો ઉંચાણવારો વિસ્તાર છે જે અરબી સમુદ્રની સપાટીથી ૨૯ ફુટની ઉંચાઇ આવેલ છે. આ વિસ્તારમાં પોલાણ છે અને રેતી ઉપર જ વસેલ છે.

જો કે જૂના પોરબંદર અમુક વિસ્તારોમાં ખોદાણ કરો તો રેતી જ નીકળે છે. મહેબુબ શાહ મસ્જિદ, ગોપનાથ પ્લોટ, હાલની રેકોર્ડ ઓફીસ, હજૂર કોર્ટનો અમુક ભાગમાં ભેખડ અને રેતી આજની તારીકે મકાનના ખોદાણમાં પાયા ભરતા નીકળે છે જયા વધુ રેતી છે. તે વિસ્તાર વેકુડી પ્લોટ થી ઓળખાય છે. હિન્દુ સ્મશાન ભૂમી જૂની અને નવી તેમજ કબ્રસ્તાનનો વિસ્તાર રેતાળમાં છે તેમાં રેતી અને ભેખડનો ભાગ આવે છે. અહી અરબી સમુદ્ર કિનારે સ્ટેટ લાઇબ્રેરી સામે આવેલ પ્રાચીન પૌરાણીક ઇન્દ્રેશ્વર મહાદેવ શિવાલય ભેખડ ઉપર બંધાયેલ છે. અહીથી સમુદ્રની રેતીનો ભરાવો શરૃ થાય છે. એટલે કે પુર્વથી પશ્ચિમ જતા રોડ ઉપર જે વોરાવાડ પાસે ૨૯ ફૂટની ઉંચાઇ ધરાવે છે.

ચોમાસા દરમિયાન કે વાવાઝોડા દરમિયાન અને ભરતીના સમય દરમિયાન વોરાવાડ અને ભોઇવાળા વિસ્તારમાં અમુક રહેણાંક મકાનમાં આજની તારીખે પાણી ભરાય છે. આ વિસ્તારમાં અરબી સમુદ્રના કરંટવાળા મોજાથી અને તેની પછડાટથી પોલાણથી પાણી ઘુસી જાય છે. જયારે ઓટની શરૃઆત થાય ત્યારે અંદરની રેતી સાથે પાણી પાછુ સમુદ્રમાં આવે પોરબંદરના જેઠવા વંશના શાસન દરમિયાન વોરાવાડ વિસ્તારને કે ભોઇવાળાને અરબી સમુદ્રના ઉછળતા મોજાથી અને નુકશાનીથી બચવા પાકી સિમેન્ટની દિવાલ બનાવેલ જેનાથી સમુદ્રના પ્રવાહનો કરન્ટ પાણી રોકાતા થોડો હળવો પડે. સને ૧૯૭૮માં પોરબંદરનું બારમાસી બંદર સાકાર થયુ તે સમયે બંદરની જેટી સાકાર થઇ રહી હતી તેની સાથે જૂની એસએસસી દ્વારા કાંઠે પાણીનો કરંટ તોડવા માટે ટી ગાર્ડ વોરાવાડના દરિયાકિનારે તેમજ પાકુ ફલોરીંગ કરવામાં આવ્યુ. મરામત સારસંભાળ વગેરેની જવાબદારી પોરબંદર રાજયએ બંદર વિભાગને સોપેલ હાલ પણ ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સારસંભાળ રાખવાની જવાબદારી સમાયેલી છે.

સમુદ્રના મોજામાં કરંટ આવે છે અને મોજા ઉછળે છે કે જૂનુ સ્મશાન ભૂમિ જે પ્રેમજીભાઇની ડેરીથી ઓળખ હતી દરિયાકિનારે ફાઉન્ડેશન યાને લોખંડની ફ્રેમ બનાવીથી શિલ્પકાર સ્વ.પરસોતમ મિસ્ત્રીએ બનાવેલ આ સ્મશાનમાં અગ્નિદાહ શેડ નીલકંઠ મહાદેવના પ્રખ્યાત ભુતેશ્વર મહાદેવ સાથે કાળભૈરવ મંદિર તેમજ ડાઘુઓના સ્નાન માટે સ્નાનાઘર ઉપરના ભાગે રોડ ટચ ઓફીસ વાંચનાલય હતા. હાલ તેમા મરીન પાલઘર છે.

આ સ્મશાન મહાજન હસ્તક હતુ અને મહાજન વહીવટ કરતુ હતુ. મહાજન એ ન.પા.ને વહીવટ માટે કબજો સોપી આપેલ બીજી બાજુ કેટલીક જમીનમાં કબજાનો ગણગણાટ છે. નિષ્પક્ષ તપાસ થાય તો સત્ય જાણી શકાય તેવુ આ વિસ્તારના લોકો ઇચ્છે છે.

(1:41 pm IST)