ભાડલા પોલીસે કમળાપુર અને રણજીતગઢ ગામે જૂગાર રમતા ૧૭ શખ્સોને ઝડપી લીધા
રાજકોટ તા. ૧૮ :.. ભાડલા પોલીસે કમળાપુર અને રણજીતગઢ ગામે જૂગારના દરોડા પાડી ૧૭ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.
કમળાપુર ગામની સીમમાં પારેવાળા રોડ ઉપર કાનજી મીઠાભાઇ આંધાણીની વાડીએ જૂગાર રમાતો હોવાની બાતમી મળતા ભાડલાના પીએસઆઇ એચ. ડી. હિગરોજા તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા રમેશ ઉર્ફે મખો પ્રવિણભાઇ એંધાણી, રમેશ કેશાભાઇ રાઘવાણી, ગોરધન ગાંડાભાઇ વાઘાણી તથા રવી ધીરૃભાઇ ગાળુ રે. તમામ કમળાપુર, ભાદા રત્નાભાઇ મેટાળીયા રહે. દહીંસરા, વિજય હરેશભાઇ મેવાસીયા રે. પારેવાળા, વનરાજ ધનજીભાઇ મકવાણા રે. પારેવાળા, તથા રણધીર લાભુભાઇ હેરભા રે. કડુકાને રોકડા રૃા. ૬૪૦૧૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
બીજા દરોડામાં ભાડલા પોલીસે રણજીતગઢ ગામે જીજ્ઞેશ પરસોતમભાઇ સોલંકી રે. વિરપરની વાડીના મકાનમાં રેઇડ કરી જૂગાર રમતા જીજ્ઞેશ સોલંકી, અરવિંદ લધરાભાઇ સોલંકી, ભરત રત્નાભાઇ સાંકળીયા, મેઘા મગનભાઇ સોલંકી તથા મહિપત ચોથાભાઇ પરમાર રે. તમામ વિરપર (ભાડલા), રસીક મોહનભાઇ ગોહેલ રે. જસદણ, મુકેશ બચુભાઇ સોલંકી, બચુ રૃપાભાઇ ઝાલા રહે. રાજાવડલા તથા અશોક રાઘવભાઇ સાંકળીયા રહે. બરવાળાને રોકડા રૃા. પ૭૩૩૦, ૯ મોબાઇલ તથા ર બાઇક મળી કુલ રૃા. ર.૬૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. આ કાર્યવાહીમાં ભાડલા પોલીસ મથકના હેડ કો. વલ્લભભાઇ બાવળીયા, અશ્વિનભાઇ માલકીયા, મહાવીરભાઇ બોરીચા, ઉદયભાઇ ધાંધલ તથા સંજયભાઇ રાજપરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.