News of Saturday, 19th November 2022
વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર. તા.૧૯ : આગામી તા. ૫/૧૨/૨૦૨૨ થી ૯/૧૨/૨૦૨૨ તથા ૨૧/૧૨/૨૦૨૨ થી ૨૫/૧૨/૨૦૨૨ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ દ્વારા વર્ષ- ૨૦૨૨ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(1:22 pm IST)