સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

મોરબીના રાજપર રોડ પર થોરાળા નજીક એસેન્ટ કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાતા એક મહિલા સહીત ત્રણ લોકોના કરૂણમોત

મોરબીના પાસે આવેલ પોલીપેકના કારખાનામાં કામ કરતા હતા મૃતકો

મોરબીના રાજપર રોડ ઉપર થોરાળાથી આગળ આવેલ એસેન્ટ કાર ચાલકે પોતાના કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર વિજપોલ સાથે અથડાઈ હતી અને કાર પલટી મારી ગઇ હતી અને આ ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર બેઠેલા ડ્રાઇવર, એક મહિલા અને અન્ય વ્યક્તિ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને મહિલા સહિત અન્ય બે વ્યક્તિના મોત થયા છે આ ગમખ્વાર અકસ્માતમાં કુલ મળીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે

 વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિ મોરબીના પાસે આવેલ પોલીપેકના કારખાનાની અંદર મજૂરી કામ કરતા હતા અને જે ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજયા છે તેમાંથી એક કોન્ટ્રાક્ટર છે અને મહિલા સહિત બે મજુર છે.અકસ્માત થત મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલમાં દોડી ગાય હતા

(11:30 pm IST)