સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

પૂનમબેન માડમને કોરોના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ :. સાંસદ પૂનમબેન માડમને કોરોના થતા હાલ હોમ આઈસોલેશન ઉપર છે.

સાંસદ પૂનમબેન માડમને કોરોનાના લક્ષણો જોવા મળતા તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવતા હાલ તેઓ પોતાના ઘરે જ હોમ કવોરન્ટાઈન થયા છે.

સાંસદ પૂનમબેન માડમે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમજ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા જણાવ્યુ છે.

(12:41 pm IST)