મોરબીમાં માનસીક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવનાર ઢગાને પોલીસે દબોચ્યો
સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો : દુષ્કર્મ આચરનાર ઢગાના રીમાન્ડ મેળવવા તજવીજ
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૦: મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં શરમજનક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં ઢગા એ માનસિક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવી સગીરા ગર્ભવતી બની જતા આ શખ્સના ભાંડો ફૂટ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક માનસિક અસ્થિર સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો તેને ડોકટર પાસે લઇ ગયા હતા જયાં ડોકટરે સગીરાને ૧૯ અઠવાડિયાનો ગર્ભ હોવાની વાત પરિવારજનોને જણાવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તો આ બાબતે સગીરાને પૂછપરછ કરતા સગીરાએ તેનાજ ગામમ રેહતા ઢગાએ દુશ્ક્રમ આચર્યું હોવાની વાત કરી હતી અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી સગીરાએ કોઈને જાણ કરી ન હોય ડોકટરની જાણ બાદ સગીરાના પરિવારજનો પોલીસ મથકે દોડીને ઢગા વિરુધ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસના ઇન્ચાર્જ પી આઈ વિરલ પટેલ સહિતની ટીમે વધુ તપાસના અંતે આરોપી ઢગાને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.