સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

જસદણ શહેરમાં વિકાસના કામોમાં વેગ : મુખ્ય તેમજ બિસ્માર માર્ગોની કરોડોના ખર્ચે મરામત થશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૦: જસદણ શહેરમાં ભાજપ શાસિત પાલિકામાં પ્રમુખ અનિતાબેન રુપારેલીયાના તેમજ સદસ્યોના પ્રયાસોથી કરોડોના વિકાસ કામો શરૂ થશે જેમાં મુખ્ય માર્ગો તેમજ બીજા રસ્તા આર.સી.સી.થી મઢવામા આવશે.

આ અંગે વિગતો આપતા પ્રમુખ અનિતાબેને જણાવ્યુ હતુ કે જસદણ શહેરની શાન ગણાતા આંબેડકર જીના સ્ટેચ્યુ થી થઈ ટાવર ચોક મહાદેવના મંદિર પાસે થઈ મોતી ચોકથી ડી એસ વી કે હાઈસ્કૂલ સુધીનો મેઇન રોડ જયાં જસદણ તેમજ વિછીયા તાલુકાના તમામ ગામના લોકો ખરીદી કરવા આવે છે આ રોડ જસદણ નું દ્યરેણું ગણાય છે આ રોડ આરસીસી થી મઢાવવા જઈ રહ્યો છે.

ઉપરાંત જસદણનું એકમાત્ર તળાવ આલણસાગર તળાવ તરફ જવાનો રસ્તો કે જયા જસદણ નો એકમાત્ર બગીચો આવેલો છે આ બગીચાનો ફરતો રોડ જેમાં એક સાઈડ ડામર અને એક બાજુ અતી બિસ્માર હાલતમાં છે એ બાજુ આરસીસીનો રોડ, જસદણના ચિતલીયા રોડ થી આટકોટ રોડને જોડતો હિરપરા નગર ૨ રોડ આરસીસી, સ્મશાન રોડ સ્મશાનના ગેટ સુધી રોડ રિસર્ફેસીંગ માં આરસીસી, તેમજ શહેરના એક થી સાત વોર્ડમાં અલગ અલગ જગ્યાએ નાના-મોટા ૬૦ જેટલા રોડ ૪૩૦ લાખના ખર્ચે સીસી થવા જઈ રહ્યા છે. આ રોડનું કામ જુદી જુદી કન્ટ્રકશન એજન્સીને આપી દેવામાં આવ્યું છે. ટુંક સમયમાં આ કામ શરૂ થવાનું છે તેમજ જસદણનું જુના બસ સ્ટેન્ડ લાઈબ્રેરી પાસેથી કમરીબાઈ પુલ સુધીના રોડ નું અંદાજે ૪૦ લાખના ખર્ચે રોડ રિસર્ફેસીંગ અત્યારે પૂર્ણતાના આરે છે આમ શહેરમા આવતા છ-આઠ મહિના સુધી ચારેકોર કામ ચાલુ હશે જે જસદણના ભાગ્ય ગણાય નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલિયા ઉપ પ્રમુખ દિલીપભાઇ ગીડા, કારોબારી ચેરમેન શોભનાબેન ઢોલરીયાની મહેનતથી આ તમામ રોડના ટેન્ડર થઈ ચૂકયા છે અને કામ અપાઈ ગયું છે આ તમામ કામ માં પાલિકાના તમામ સદસ્યોનો સહકાર મળી રહ્યો છે ખાસ કરીને કોંગ્રેસના સભ્યો પણ વિકાસની સાથે જોડાઈને સાથ આપી રહ્યા છે.

(11:06 am IST)