સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

વાંકાનેર જીનપરા હાઇ-વે ઉપર વારંવાર ટ્રાફિકજામથી વાહનચાલકો હેરાન

હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર, તા.૨૦: વાંકાનેરના જગાતનાકા, જિનપરા પાસે જયાં ત્રણ રસ્તા પડે છે જયાં ચોકડી સર્કલ મા સિંગનલ લાઈટ મુકવા તેમજ એક બાજુ કચ્છ તરફ રોડ જાય એક બાજુ અહમદાવાદ તરફ રોડ જાય અને એક બાજુ વાંકાનેર શહેર તરફ રોડ જાય છે આ ચોકડી ઉપર અવાર નવાર નાના મોટા અકસ્માત થતા રહે છે ત્રણેય રસ્તામાં 'પટા લગાડી લાલ લાઈટ' લગાડવામા આવે તો ઉપરથી આવતા વાહનો ધીમા પાડે આ અંગે અનેકવાર રજુવાત કરવા છતાં નેશનલ ઓથોરિટી દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી આ અંગે વાંકાનેર ના P S I , સહિતને રજુઆત કરેલ છે આ રોડ ઉપર ટ્રાફિક યુવાનો સતત હાજર રહે અને રોડ ઉપર પટા મારવામા આવે એવી વાંકાનેર શહેરની પ્રજાજનોની માંગણી છે.

રસ્તો બિસ્માર

વાંકાનેરઃ વાંકાનેરથી લજઈ સુધી અત્યંત બિસ્માર રોડ છેલ્લા દ્યણા સમયથી છે વાંકાનેર થી જડેશ્વર સુધી તો કાંઈક સારો છે પરંતુ ત્યાંથી લજઈ ચોકડી સુધી વાહનોને પહોંચવામાં ખુબ જ ટાઈમ લાગે છે અત્યંત બિસ્માર રોડ છે વાંકાનેરથી લજઇ જઈ સુધીમાં જડેશ્વર મંદિર, ભંગેશ્વર મહાદેવ મંદિર, સજનપર શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ દૂર દૂર થી ભાવિકો દાદાના દર્શનાથે આવે છે અને વાંકાનેરથી ટંકારા જવા માટે આ જ રોડ લાગુ પડે અને વાંકાનેર થી જામનગર પણ આ જ રોડ ઉપરથી જવાય માટે વાંકાનેરથી લજઈ સુધીનો રોડ તાત્કાલિક રીપેર કરવા આ વિસ્તારના પ્રજાજનોની લોક માંગણી છે.

(11:07 am IST)