ઉનામાં કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો નહીં છતા સર્ટીફીકેટસ આવ્યું
(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૦ :. યુવાને કોરોનાનો બીજો ડોઝ લીધો ન હોવા છતા બીજા ડોઝનું સર્ટી. આવી ગયુ. તેમનો બીજો ડોઝ કોણ લઈ ગયુ ? તપાસ કરવા માંગણી ઉઠી છે.
સરકાર દ્વારા રસીનો બીજો ડોઝ આપવા પણ કેન્દ્ર આરોગ્ય શાખા દ્વારા શરૂ કરાયા છે. તેમજ ૬૦ વર્ષથી ઉપરના તથા ફ્રન્ટ લાઈન વોરીયર તથા કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવાનુ શરૂ થયુ છે ત્યારે ઉનાના પત્રકાર અબ્દુલરહીમ અસલમ પઠાણ જાન્યુઆરી ૨૦૨૨માં બીજો ડોઝ લેવા કેન્દ્ર ઉપર જઈ નોંધણી કરાવવા કર્મચારીને કહેતા તેમણે જોઈને કહેલ કે તમારો કોરોના વેકસીનનો બીજો ડોઝ ૧૦-૧૨-૨૦૨૧ના લેવાઈ ગયો છે.તેમણે રસી ન લીધી હોવા છતા રજીસ્ટરમાં નોંધ થઈ ગઈ અને તેમણે સર્ટીફીકેટ ડાઉનલોડ કરતા કમ્પલીટ ડોઝનું સર્ટીફીકેટ આવી ગયું. આ અબ્દુલભાઈની જગ્યાએ કોણ ડોઝ લઈ ગયુ ? તેની તપાસ કરવા માંગણી કરી છે.